ગુજરાત રાજયના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિના મૂલ્યે સહાય યોજના 2021 | Free Drum and Two Plastic Baskets Government Schemes 2021

નમસ્કાર મિત્રો આપણા દેશ માં ખેડૂતો ને લગતી તેમજ પશુપાલકો ને લગતી યોજનાઓ અવાર નવાર આવતી રહેતી હોય છે. ખેડૂતો માટે ગોડાઉન યોજના,પશુપાલકો માટે ઘાસ ચાર યોજના જેવી તમામ અલગ અલગ યોજનાઓ આવતી રહેતી હોય છે. જેની તમામ અપડેટ તમને આ અમારી વેબ સાઇટ www.gujtechno.xyz પરથી મળી જશે. તો મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર

રાજ્યના ખેડૂતોને સરકારી યોજના અંતર્ગત વિનામુલ્યે 200 લિટરના પ્લાસ્ટિકના ડ્રમ અને 10 લિટરના પ્લાસ્ટિકના ટબ અપાશે જાણો તેની તમામ માહિતી.

આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2021 | મફત ડ્રમ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ(ટબ) | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2021| Khedut Yojana in Gujarati

યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ khedut yojana અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) વિનામૂલ્યે આપવામાં આવશે.

અરજી કેેેવી રીતે કરવી તેની વિગત

આ યોજના અન્વયે i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal પર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ  10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ મફત આપવામાં આવશે.

Drum and Two Plastic Baskets (Tub) Yojana 2021

યોજનાનું નામખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીનાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમમફતમાં 200 ડ્રમ અને 10 લિટરના બે ટબ
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી i-khedut Portal પરથી
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2021

મફત ડ્રમ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ(ટબ) જરૂરી ડોક્યુમેન્ટ

ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના આધાર પુુુુરાવાઓની જરૂરીયાત રહેશે. જેની યાદી નીચે મુજબ આપેલ છે.
 1. આધારકાર્ડની નકલ
 2. જમીનના 7/12 અને 8-અ ની નકલ
 3. રેશનકાર્ડની નકલ
 4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
 5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
 6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર
 7. વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવા માટે – અહી ક્લિક કરો

 • અરજી શરૂ થયાની તારીખ – 15/08/2021
 • અરજી કરવાની છેલ્લી તારીખ – 31/08/2021

ખેડૂત મિત્રો આ યોજના ખુબજ અગત્ય ની અને લાભદાયી યોજના છે તમે પણ આ યોજના માં લાભ લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ યોજના ની માહિતી આપજો. તેેેમજ વધુ માહિતી માટે ikhedut ની મુલાકાા લેતા રહેશો.

ikhedut બાબતે ખાસ સૂચના

 • આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ-2018-19 થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે.
 • નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપો આપ નક્કી થઈ જશે.
 • સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે. જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.
 • ખેડૂત નોંધણી હોય કે ના  હોય, તો પણ ikhedut portal પર અરજી કરી શકાય છે.
 • જો તમે khedut registration ધરાવતા હોય અને  હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા Mobile Number ઉપર એક OTP આવશે. તે OTP (One Time Password) નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપો આપ ઓનલાઈન આવી જશે.
 • જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો Online અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમા આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે.
 • પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી (Registration) થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર એસ.એમ.એસથી આવશે.
 •  Ikhedut portal પર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
 • એકવાર Application Confirm કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
 • જો Bank List માં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો.

Leave a Comment