ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana 2021 Benefits

કેન્‍દ્ર સરકાર લાવી રહી છે ગરીબ પરીવારો માટે મહત્‍વની યોજના ( ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana ) ગ્રીન રેશનકાર્ડ યોજના હેઠળ હવેથી માત્ર એક રૂપિયામાં મળશે એક કિલો રાશન – જાણો ક્યારે અને કેવી રીતે કરી શકશો અરજી

મોદી સરકારના આદેશ અનુસાર હવે દેશના અનેક રાજ્યોએ ગરીબ લોકોને માટે ગ્રીન રાશન કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનાથી ગરીબ લોકોને એક રૂપિયે કિલો અનાજ મળશે. કેન્દ્ર સરાકરના આદેશ અનુસાર રાજ્ય સરકારો એનએફએસએ થી વંચીત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે અત્યાર સુધી લાભથી વંચિત ગરીબોને ગ્રીન કાર્ડની મદદથી લાભ આપશે. આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ ધરાવતા લોકોને મળવાપાત્ર થશે. આ યોજના કેન્‍દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજના અમલીકરણ રાજય સરકારોએ કરવાનો રહેશે.

ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana
  • મોદી સરકારની નવી યોજના ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana
  • લાગૂ કરશે ગ્રીન રાશન કાર્ડ Green Ration Card Yojana
  • આ રીતે કરી શકાશે અરજી અને મળશે મોટો ફાયદો

ગ્રીન રેશનકાર્ડ કેવી રીતે બનાવવું ?

સામાન્‍ય રેશનકાર્ડની જેમજ રેશનકાર્ડ બનાવવા માટે જરૂરી આધારો સામેલ રાખી અરજી કરવાની રહેશે. જે અરજી ઓનલાઇન અથવા ઓફલાઇન કરવાની રહેશે. આ અરજી પ્રક્રિયા તમે જન સેવા કેન્દ્ર, ખાદ્ય પુરવઠા વિભાગ, અથવા પીડીએસ કેન્દ્ર ઉપર કરી શકો છો. ઓનલાઇન અરજી માટે રાજય સરકારો તરફથી વેબ પોર્ટલ જાહેર કરવામાં આવશે. દા. તા. ઝારખંડ સરકાર તરફથી www.jharkhand.gov.in  પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી સકાય છે. તેવી જ રીતે ગુજરાત સરકાર તરફથી પણ કોઇ વેબ પોર્ટલની જાહેરાત કરવામાં આવી સકે છે.

ગ્રીન રેશનકાર્ડ મા કોને લાભ મળશે?

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાથી વંચિત અને અત્યંત ગરીબ લોકો છે એમને આ રેશનકાર્ડ આપવામાં આવશે. હાલ કોઇ ચોકકસ માહીતી નથી પરંતુ માત્ર બી.પી.એલ. રેશનકાર્ડ ધરાવતા અને અનાજ થી વંચીત રહેતા લોકોને ગ્રીન રેશનકાર્ડ આપવામાં આવશે. .ગ્રીન રેશનકાર્ડમાં એક રૂપિયે કિલો અનાજ મળશે તેમજ યુનિટ દીઠ ૫ કિલો અનાજ આપવામાં આવશે. ગ્રીન રેશનકાર્ડ નો લાભ માત્ર બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને જ આપવામાં આવશે પરંતુ એમાં પણ ચકાસણી કરવામાં આવશે કે એ લોકો બીપીએલ રેશનકાર્ડ ની પાત્રતા ધરાવે છે કે નહીં કે ખરેખર આ યોજના હેઠળ લાભ આપવાપાત્ર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.

ગ્રીન રેશનકાર્ડ માટે જરૂરી આધાર પુરાવાની યાદી

  • આધાર કાર્ડની નકલ (પરીવારના તમામ સદસ્યોના)
  • મોબાઈલ નંબર,
  • બેંક ખાતાની ડિટેલ્સ(પાસબુકની નકલ)
  • રહેઠાણનો દાખલો
  • વોટર આઈકાર્ડ
  • વિધવા કે વિધુર હોય તો તે બાબતનો દાખલો
  • વિકલાંગતાના કેશમાં વિકલાંગ હોવા અંગેનો દાખલો અને કોલ બિમારી હોય તો મેડીકલ સર્ટીફીકેટ સાથે જોડવું

ગ્રીન રેશનકાર્ડ બનાવવા માટેની પધ્ધતી અને લાભ

ગ્રીન રાશનકાર્ડ મેળવવા માટે, તમારે રાશનકાર્ડની સમાન પદ્ધતિને અનુસરવી પડશે. ગ્રીન રાશનકાર્ડ માટેની અરજી જાહેર સેવા કેન્દ્ર અથવા ખાદ્ય પુરવઠા વિભાગ અથવા પીડીએસ કેન્દ્ર પર કરી શકાય છે. અરજદાર ઓનલાઇન અરજી પણ કરી શકે છે. ગ્રીન રાશનકાર્ડ મેળવવા માટે અરજદારોએ અનેક પ્રકારની માહિતી શેર કરવી પડશે. ઉદાહરણ તરીકે, ગ્રીન રાશનકાર્ડ માટે આધારકાર્ડ નંબર, મોબાઇલ નંબર, બેંક ખાતાની વિગતો, રહેણાંક અને મતદાર કાર્ડ પણ ફરજિયાત રહેશે. ઓનલાઇન અરજીઓ પણ કરી શકાય છે.

ગ્રીન રાશન કાર્ડના આધારે રાજ્ય સરકારે ગરીબ લોકોને પ્રતિ યૂનિટ 5 કિલો રાશન આપશે. દેશના અનેક રાજ્યોના સીએમ દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. આ યોજનાની તમામ જવાબદારી રાજ્ય સરકારની પાસે રહેશે. આ યોજના લાગૂ કરનારા રાજ્ય મુખિયા, પંચાયત સેવક અને જન વિતરણ પ્રણાલી દુકાનદારોની સાથે સતત બેઠક કરી રહ્યા છે. તેમાં યોજનાના આધારે લાભાર્થીઓને માટે બનનારા ગ્રીન કાર્ડના સંબંધમાં ચર્ચા કરાઈ રહી છે.

કુલ મળીને આ યોજના રાજ્ય સરકારના દ્વારા શરૂ કરાશે. બીપીએલ કાર્ડ ધારકોને ગ્રીન રાશન કાર્ડ મળશે. આ યોજના કેન્દ્ર સરકારના દ્વારા તૈયાર કરાઈ છે. તેને શરતો સાથે સરકાર દ્વારા લાગૂ કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે. પરંતુ એમ પણ જોવાશે કે આ કાર્ડ ધારકો કેટલા ગરીબ છે.

વિધવા સહાય યોજના 2021 updeat – vidhava sahay yojna

નોંધ – અહિં મુકવામાં આવેલ તમામ ફોટા પ્રતિકાત્‍મક છે. આ વેબસાઈટ પર આપેલી તમામ માહીતી અન ઓફીસીયલ છે તેમજ સરકારની દરેક યોજના માટે સરકારની ઓફીસીયલ વેબસાઇટ જોવા વિનંતી છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

Leave a Comment