માનવ ગરીમા યોજના 2022 હેઠળ સહાય, Manav garima yojana 2022 sahay

માનવ ગરીમા યોજના 2022 Manav garima yojana 2022 હેઠળ નાનો ધંધો કે રોજગાર કરવા ઇચ્છુક હોય તેવા ભાઈઓ તથા બહેનોને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવશે. આ યોજના માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? કોણ કોણ પાત્રતા ધરાવે છે? વગેરે માહિતી આજે તમને જણાવીશું.

માનવ ગરીમા યોજના 2021-22

માનવ ગરીમા યોજના 2022 Manav garima yojana 2022 હેઠળ સહાયનું ધોરણ કેટલું રહેશે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિમાં આવતા વ્યક્તિઓ પોતાનું જીવન ગરીમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અંદાજિત 28 ધંધા રોજગાર માટે 25,000 ની કિંમતના સાધનો વિના મૂલ્યે આપવામાં આવશે.

માનવ ગરીમા યોજના 2022 Manav garima yojana 2022 પાત્રતાના માપદંડો શું છે ?

 1. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જરૂરી છે.
 2. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 ની આવક ધરાવતા હોવા જોઈએ. તેને જ યોજના અંતર્ગત લાભ મળશે.
 3. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી.
 4. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ પહેલા લાભ લીધેલ હશે તો પુનઃ લાભ મળવાપાત્ર રહેશે નહિ.

કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે યાદી નીચે મુજબ છે.

દરજી કામ (ફ્રી સિલાઈ મશીન), વિવિધ પ્રકારની ફેરી (લારી, તોલા,કેરેટ,વગેરે વસ્તુ ફ્રી માં), કડિયાકામ, સેન્ટિગ કામ, વાહન સર્વિસ અને રીપેરિગ,મોચી કામ, ભરત કામ, કુંભારી કામ, પ્લમ્બર,બ્યુટી પાર્લર, વેલડિંગ કામ,સુથારી કામ,ધોબી કામ, માછલી વેચનાર,પાપડ બનાવટ, અથાણાં બનાવટ,પંચર કીટ,મસાલા મિલ, રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો), મોબાઈલ રીપેરીંગ, પેપર કપ અને ડિશ બનાવટ, હેર કટિંગ (વાળંદ કામ),રસોઈ કામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલાં ગેસ કનેક્શન લાભાર્થી), ને આ યોજનાનો લાભ મળી શકશે.

રજૂ કરવાના ડોક્યુમેન્ટ:

 • ફોટો/સહી
 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
 • અરજદારની જાતિ નો દાખલો
 • વાર્ષિક આવક નો દાખલો
 • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
 • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)

ફોર્મ ક્યાં ભરવું?

તમારી આસપાસ આવેલ કોઈપણ કમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને માનવ ગરિમા યોજનાના ફોર્મ ભરી શકો છો અથવા તો સાઇબર કાફેમાં જઈને ફોર્મ ભરી શકો છો.

નોંધ:- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/07/2021 છે.

માનવ ગરીમા યોજના 2022 સિવાય બીજી યોજનાની માહિતિ અહિંથી મેળવો