હાલના સમયમાં કોરોનાના કારણે લગભગ દરેક ધંધા ઉદ્યોગમાં અસર જોવા મળી રહી હોય માતાઓ અને બહેનો પણ પરીવારની આવક વધારવામાં સહાયક થાય તેમજ બહેનો દ્વારા પોતાના નાનો મોટો ઉદ્યોગ ધંધો કે વ્યવસાય કરી શકે તે માટે સરકારશ્રી ૧૦ બહેનોના જુથને રૂપીયા એક લાખ સુધીની % વ્યાજથી લાન આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ mukhya-mantri-mahila-utkrsh-yojana હેઠળ વગર વ્યાજે લોન મળતા માતાઓ તથા બહેનોને સ્વનિર્ભર થવા માટેનો માર્ગ મોકળો થશેે.

mukhya-mantri-mahila-utkrsh-yojana મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ના લાભાર્થી તરીકે પાત્રતા
આ mukhya-mantri-mahila-utkrsh-yojana નો લાભ મેળવવા માટે એક ૧૦ બહેનોનું મહીલા જુથ બનાવવાનુંં રહેશે. આ જુથમાં જોડાયેલ માતાઓ તથા બહેનોની ઉમર ૧૮ વર્ષથી વધુ અને ૫૯ વર્ષથી ઓછી હોવી જોઇએ તેમજ એક પરીવારમાંથી એકજ મહીલા સભ્ય જોડાય તે જરૂરી છે. જુથમાં જોડાયેલ તમામ બહેનો નજીક નજીક રહેતા હોવા જોઇએ તેમજ અન્ય કોઇ બીજા જુથમાં જોડાયેલ ન હોવા જોઇએ તેમજ અન્ય કોઇ લોન લીધેલ કે લોનના બાકીદાર ન હોવા જોઇએ.
કોને અને કેવી રીતે લાભ આપવામાં આવશે.
દરેક મહિલા જૂથને એક લાખની લોન આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦ મહિલા-બહેનોનું જૂથ બનાવવામાં આવશે. અને આવા ૧ લાખ જુથ બનાવી ૧૦ લાખ માતઓ – બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. મહિલા જૂથોને કુલ રૂ.1000 કરોડ આપવાની યોજના છે. જેમાં બેંક લોન પરના વ્યાજ રાજ્ય સરકાર ઉઠાવશે અને આ માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી લોન પણ માફ કરવામાં આવશે. 1 લાખ રૂપિયાની લોન સરકારી, સહકારી, ખાનગી બેન્કો, આરબીઆઈ દ્વારા માન્ય ધિરાણ સંસ્થાઓ પાસેથી મળશે. રાજ્ય સરકારે ટૂંક સમયમાં આ યોજનામાં જોડાવા માટે બેંકો સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
મુખ્મંત્રી મહીલા ઉત્કર્ષ યોજના માટે અરજી કરવા જરૂરી આધાર પુરાવા
- ગ્રુપના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા.
- ગ્રુપના દરેક સભ્યો ના આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ
- ગ્રુપના દરેક સભ્યો ના રહેઠાણ નો પુરાવો.
- ગ્રુપના સભ્યોના સંયુક્ત બેંક ખાતું.
- ગ્રુપના સભ્યોના રહેઠાળના પુરાવા.
- ગ્રુપના સભ્યોના મોબાઇલ નંબર.
અરજી કયાં અને કેવી રીતે કરવી ?
શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા/નગરપાલિકા ની “અર્બન કોમ્યુનિટી ડીપોર્ટમેન્ટ સેન્ટર” માંથી ફોર્મ લઈ અરજી કરવાની રહેશે. શહેરી વિસ્તારમાં સમાજ સંગઠકની કામગીરી સંભાળતા કર્મચારી દ્વારા આ યોજનાના ઓફલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ “તાલુકા પંચાયત” ની “મહિલા અને બાળ વિકાસ અધિકારી” ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.