વિધવા બહેનો માટેની વિધવા સહાય યોજના 2021 updeat

વિધવા બહેનો માટેની વિધવા સહાય યોજના 2021

વિધવા સહાય યોજના 2021

આ યોજના મુજબ જો કોઈ સ્ત્રી નો પતિ અકસ્માતે કે કુદરતી રીતે અવસાન પામે તો એ વિધવા બહેન તથા તેમના બે બાળકો ને દર મહિને 1000 રૂપિયા સહાય મળે છે.

અરજી કરવાની સમયમર્યાદા

આ યોજના લાભ મેળવવા અરજી કરવા કોઈ સમયસીમા નકકી કરેલ નથી પરંતુ વિધવા થયાના ર વર્ષના સમયની અંદર સહાય માટે અરજી કરી દેવામાં આવે તે આવકાર્ય છે આમ છતા સહાયની રકમ અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર રહેશે.

વિધવા સહાય યોજના માટેની અરજી પત્રક કયાંથી મેળવવી 

વિધવા સહાય યોજના અરજી પત્ર તમારા વિસ્તારની સંબંધિત મામલતદાર શ્રી ની કચેરી પરથી વિનામૂલ્યે મેળવી શકાશે. ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના હેઠળ અગાઉ તાલુકા મથક પર અરજી કરવાની થતી હતી પરંતુ હવે ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે વીસીઇ ની મદદથી ફોર્મ ભરી શકાશે અથવા તો તાલુકા મથકમાં મામલતદાર કચેરી ખાતેથી કોમ્‍પ્‍યુટર ઓપરેટર મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના બાબતે કોઇ વધુ મોહીતી માટે ૧૮૦૦૨૩૩૫૫૦૦ ટોલ ફ્રી નંબર પરથી ફોન કરી માહીતી જાણી શકો છો.    

નોંધ: : જો છપાયેલ અરજી ફોમ કચેરીમાં ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલા ફોર્મ પ્રમાણે ટાઈપ થયેલ અથવા ઝેરોક્ષ અરજી પત્રકમાં અરજી કરી શકાશે.

વિધવા સહાય યોજના માટે અરજી પત્રક રજુ કરવાની પદ્ધતિ

વિધવા સહાય યોજના માહિતી ગુજરાતીમાં

તમામ વિગતો અને દસ્તાવેજો સાથે તૈયાર કરેલ અરજીપત્રક જે તે જિલ્લાના સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

વિધવા બહેનો માટેની વિધવા સહાય યોજના 2021

ત્યારબાદ વિધવા મંજૂરી આદેશ મળ્યેથી નજીકની પોસ્ટ ઓફિસમાં (WFA) વિધવા સહાયક એકાઉન્ટ ખોલવાનું રહેશે.જેની નકલ સંબંધિત મામલતદાર કચેરીમાં પહોંચ્યા અંગેની ખાતરી કરી લેવાની રહેશે.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અરજી સાથે  જોડવાના ડોકયુમેન્‍ટની યાદી

 • અરજદાર મહિલાના પતીનો મરણનો દાખલો, 
 • બાળકોની જન્મ તારીખના દાખલા, 
 • આવક નો દાખલો, 
 • પૂન: લગ્ન નથી કર્યા તેનો દાખલો,
 • આધારકાર્ડ, 
 • ચૂંટણી કાર્ડ,
 • રેશનકાર્ડ, 
 • બેન્ક ની પાસબુક ની નકલ,6 ફોટા,

ઉપરના પુરાવા જોડી મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

 • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
 • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
 • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
 • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
 • અરજદારના પતિનો મરણનો દાખલો
 • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
 • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
 • મૈયતના વારસદારોનું પેઢીનામું.
 • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
 • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
 • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
 • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

વિધવા બહેનો માટેની વિધવા સહાય યોજનાની શરતો

 • આવક મર્યાદા શહેરી વિસ્તાર માં 150000 તથા ગ્રામ્ય વિસત્તારમાં 120000
 • 21 વર્ષ નો પુત્ર ના હોવો જોઈએ
 • જો માત્ર પુત્રી જ હોય અથવા સંતાન ના હોય તો આજીવન સહાય મળે છે
 • અરજી મામલતદાર કચેરીએ વિના મૂલ્યે મળશે

Related Keywoard

વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2020,વિધવા સહાય યોજના ફોર્મ,વિધવા સહાય યોજના 2019,વિધવા પેન્શન યોજના 2020,વિધવા સહાય પેન્શન યોજના,વિધવા સહાય યોજના નવો સુધારો,વિધવા સહાય યોજના 2019 ફોર્મ,વિધવા સહાય,#વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2021,વિધવા સહાય યોજના લીસ્ટ,વિઘવા સહાય યોજના,15000 rs. વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2020 ફોર્મ,વિધવા સહાય યોજના નો દાખલો 2020,વિધવા સહાય યોજના નો દાખલો 2019,સરકારી યોજના,વિધવા સહાય યોજના નું certificate,વિધવા સહાય યોજના નો દાખલો ક્યાંથી કઢાવવો

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*