વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ / Vahali Dikri Yojana 2021 form pdf, Vahli Dikri Yojana official website

વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ PDF ર્ફોમ ડાઉન્લોડ કરો.

વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ તમામ માહિતી ગુજરાતીમાં

વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ PDF ર્ફોમ ડાઉન્લોડ કરો.

વ્હાલી દીકરી યોજના હેઠળ કેટલી સહાય મળશે ? : ગુજરાત સરકારની ‘વ્હાલી દીકરી યોજના’ (Vhali Dikari Yojana) અંતર્ગત દીકરીઓને 5 વર્ષે 4000, 14 વર્ષે 6000 અને 18 વર્ષે 1,00,000 એક લાખ રૂપિયા સહાય મળશે

વ્હાલી દીકરી યોજના ૨૦૨૧,Vahali Dikri Yojana form pdf,vahli dikri yojana 2021 online form,vahli dikri yojana gujarati ma,વ્હાલી દીકરી

વહાલી દીકરી યોજના માટેની લાયકાત : 

 • આ યોજનાનો લાભ મેળવવા માટે તારીખ. 2/8/2019 પછી જે જન્મેલી દીકરીઓ જ લાભ લઈ શકે છે. દીકરીના જન્મ પછીના એક વર્ષની અંદર નિયત નમૂનાના ફોર્મમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ક્યારેક અપવાદ રૂપ કિસ્સાઓ સિવાય પતિપત્નીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળી શકશે.
 • યોજના માટે વાર્ષિક આવક 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જરૂરી છે.

વહાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ?

આ યોજના માટેના અરજી ફોર્મ ગામની આંગણવાડી કેન્દ્ર, ગામ પંચાય, CDPEO કચેરી ખાતેથી મફતમાં મેળશે. આ અરજી ફોર્મ ભરી આંગણવાડી કેન્દ્રો, cdpeo કચેરીઓ તથા જનસેવા કેન્દ્રમાં જમા કરી આપવાની રહેશે.


વહાલી દીકરી યોજના હેેેઠળ લાભ ક્યારે મળશે? :

 • યોજના હેઠળ દીકરીને વિવિધ તબક્કે આર્થિક સહાય મળે છે..જેમાં
 • જ્યારે દીકરી ધોરણ-1માં પ્રવેશ મેળવે ત્યારે રૂા.4000 રોકડ સહાય
 • ધોરણ-9માં પ્રવેશ વખતે રૂા.6000 સહાય
 • જ્યારે 18 વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટેની સહાય તરીકે કુલ રૂા.100,000 આર્થિક સહાય મળશે. 

વ્હાલી દીકરી યોજના ર્ફોમ ડાઉનલોડ કરો

અરજી સાથે રજુ કરવાના જરુરી આધાર-પુરાવા

 1. દીકરીના જન્મનુ પ્રમાણપત્ર
 2. દીકરીનુ આધારકાર્ડ
 3. દીકરીના બેંક પાસબુક
 4. માતા-પિતાના આધારકાર્ડ
 5. માતાના જન્મનુ પ્રમાણપત્ર
 6. પરિવારનુ રેશનકાર્ડ
 7. માતાપિતાની વાર્ષિક આવકનુ પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામા આવેલ)
 8. કુતુમ્બમા જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
 9. સંતતિ નિયમનનુ પ્રમાણપત્ર (બીજુ સંતાન હોય ત્યારે)
 10. નિયત નમુનાનુ સક્ષમ અધિકરી સામે કરેલુ દમ્પતીનુ સોગંદનામુ

વધુ માહિતી અને માર્ગદર્શન માટે

 1. ગ્રામ્ય સ્તરે: આંગણવાડી / ગ્રામપંચાયત
 2. તાલુકા સ્તરે: જે તે તાલુકાની “ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS) કચેરી
 3. જિલ્લા સ્તરે: મહિલા અને બાળ અધિકરીની કચેરી

ફોર્મ કયાંથી મેળવવુ

1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે નિયત નમૂનામાં અરજીપત્રક જાહેર કરેલ છે. આ અરજી પત્રક મેળવવા સરકારની ઓફિશીયલ વેબસાઈટ WCD Gujarat પરથી વિનામૂલ્યે મેળવી શકાશે. આ ઉપરાંત Vahali Dikri Yojana 2021 Form મેળવવા નીચે આપેલા બટન પરથી Download કરી શકાશે.

Head Office:

 • સરનામુ: મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલાવીંગ)
 • બ્લોક – ૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
Website : www.wcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજના બાબતે અન્ય માહિતી:

આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના જન્મ પછી 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં. પરંતુ કોરોનાના કારણે સરકારશ્રી તરફથી સમય મર્યાદામાં વધારો કરી આપવામાં આવેલ છેે. વહાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલ છેે . આ યોજનાનો લાભ લેવા માટે “દંપતિની કુલ વાર્ષિક આવક 2.00 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. આ દાખલો સક્ષમ અધિકારીશ્રીનો હોવો જોઈએ.

વિધવા સહાય યોજના 2021 updeat – vidhava sahay yojna

નોંધ : આ યોજના વિશેની વધુ વિગતો અને નવીન ફેરફારોની માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી (જિલ્લા કક્ષાએ) ખાતે સપર્ક સાધવાનો રહેશે.

3 Trackbacks / Pingbacks

 1. વિધવા સહાય યોજના 2021 updeat - vidhava sahay yojna Benefits - ટેકનોલોજી ગુુજરાતીમાં સરકારી યોજનાઓ, ટેકનોલોજી અને એજયુકેશન
 2. 181 અભયમ મહિલા હેલ્પલાઇન-181 MAHILA HELPLINE - ટેકનોલોજી ગુુજરાતીમાં સરકારી યોજનાઓ, ટેકનોલોજી અને એજયુકેશનલ બ
 3. COVID-19 death Sahay Yojana in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ - ટેકનોલોજી ગુુજરાતીમાં સરકારી યોજનાઓ, ટેકનોલોજ

Leave a Reply

Your email address will not be published.


*