મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના

ગરીબી રેખા હેઠળ જીવતા મધ્‍યમ વર્ગના પરીવારોનો ગંભીર બીમારી સામે આકસ્‍મીક નાણાકીય ખર્ચને પહોંચી વળવા તેમજ ગંભીર બીમારીના ઉંચા તબીબી ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા મળી રહે તે માટે સરકારશ્રી તરફથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર છે ?

આ યોજના રાજયના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક(નવા સુધારા મુજબ વાર્ષિક રૂ. ૩.૦૦ લાખ થી ઓછી આવક) ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે. હાલ આમાં સુધારો કરી રાજય સરકારના વર્ગ ૩ તથા વર્ગ ૪ ના ફીકસ પગારના કર્મચરી, આશા બહેનો, પત્રકારો, યુ. વીન કાર્ડ ધારકો, તેમજ રૂા. ૬.૦૦ લાખ થી ઓછી આવક ધરાવતા સીનીયર સીટીજનને આવરી લેવામાં આવેલછે. યોજનાનો લાભ લેવા માટે કાર્ડ કઢાવવું જરૂરી છે.

આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કે લાભ

આ યોજના હેઠળ હદયના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, અને કીડનીને લગતી સારવાર, બર્ન્‍સ, કેન્‍સર(કેન્‍સર સર્જરી, કેમોથેરાપી, રડીઓથેરાપી) ઘુંટણ અને થાપાના રિપ્‍લેશમેન્‍ટ, કે ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી કુલ ૬૯૮ જેટલી પ્રોસીઝર માટે ઉત્તમ સારવાર મળવાપાત્ર છે. આ બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.(હાલ સહાયની રકમમાં સુધારો કરી મહત્તમ રૂા. ૫,૦૦,૦૦૦/- કરવામાં આવેલ છે. કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન તેમજ લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન જેવી બીમારી માટે રૂા. ૫.૦૦ લાખ જેટલી સહાય મળવાપાત્ર છે. )

કાર્ડ કેવી રીતે મળશે અથવા કાર્ડ મેળવવા શું કરવું

મા તથા મા વાત્‍સલ્‍ય યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્‍થાપીત કિઓસ્‍ક/સીવીક સેન્‍ટર પરથી મેળવી સકાય છે. નોંધણી માટે તાલુકા કક્ષાએ કિઓસ્‍ક તેમજ સીટી કક્ષાએ સીવીક સેન્‍ટરો ઉભા કરવામાં આવ્યા છે. કિઓસ્‍ક/સીવીક સેન્‍ટર પર જરૂરી આધારો રજુ કરી કુટુંબના તમામ સભ્‍યો (મહત્તમ ૫ વ્‍યકિતઓ) ના ફોટા તેમજ બાયોમેટ્રીક અંગુઠાના નિશાન આપી કાર્ડ મેળવવાનું રહે છે.

આ યોજનાનો લાભ કયાંથી મળશે.

આ યોજના હેઠળ હદયના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, અને કીડનીને લગતી સારવાર, બર્ન્‍સ, કેન્‍સર(કેન્‍સર સર્જરી, કેમોથેરાપી, રડીઓથેરાપી) ઘુંટણ અને થાપાના રિપ્‍લેશમેન્‍ટ, કે ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને સરકાર તરફથી કરારબધ્‍ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને મળેલ નિયત સારવારનો ખર્ચ સીધો હોસ્‍પીટલને સરકારશ્રી તરફથી આપવામાં આવે છે.

“મા-અમૃતમ વાત્સલ્ય” યોજના હેઠળ દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય

મા-અમૃતમ વાત્સલ્ય” યોજના હેઠળ પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો નિર્ણય આરોગ્ય વિભાગે કર્યો છે.નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલે આ અંગે ની જાહેરાત કરતા જણાવ્યું છે કે   સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે અને જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે.તેથી કોઇની સારવાર અટકશે નહીં.  રાજ્ય સરકાર દ્વારા “આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત પાત્રતા  ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે.મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*