181 અભયમ મહિલા હેલ્પલાઇન

વર્ષ 2014માં અભિયાનની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેકટ હતો. જે સફળ થતાં સમગ્ર રાજ્યભરમાં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતનું મોડલ જોઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો હતો.

દિવસ દરમિયાન નોકરી કરતી મહિલાઓ તથા યુવતીઓ અને મોડી સાંજે એકલી પોતાના ઘરે અથવા રહેઠાણના સ્‍થળે જતી યુવતીઓની પજવણી તથા હેરાનગતિને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ભોગ બનેલી મહિલાઓ ઉપરાંત ફેસબુક, ફોન તથા વોટ્સએપમાં થતી હેરાનગતિ બાબતે પણ તાત્કાલિક પગલાં લઇ કાર્યવાહી કરાતી હોય છે. યુવતીઓને હેરાન કરનાર રોમિયાનો નંબર મેળવી તેને ટેક્નોલોજીની મદદથી ટ્રેકીંગ કરાય છે જેને બિનજરૂરી કોલ કે મેસેજ ના કરવા સૂચના આપવામાં આવે છે સાથે કાર્યવાહી કરવાની તાકીદ પણ કરવામાં આવે છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને તેમની મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં સ્થળ પર જઈ ને રેસ્ક્યુ દ્વારા મદદ અને બચાવ કરે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કે યુવતી કોઇને પોતાની વ્યથા કહી શક્તી નથી અને સહન કર્યા કરે છે જેથી તેનો સામેની વ્યક્તિ તેનો ગેરલાભ ઉઠાવે છે, આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી અને બિન જરૂરી મેસેજ -કોલ્સ થકી તેમજ કયારેક બ્લેકમેઇલના કિસ્સામાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ  એકશન ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલીસ ફરજ બજાવે છે જેઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓમાં ત્વરિત એકશન શરૂ કરે છે, અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવે છે. હેરાન કરનાર રોમિયાનો નંબર મેળવી તેને ટેક્નોલોજીની મદદથી ડેટાબેઇઝ મેઇન્ટેન્સ કરી ટ્રેકીંગ કરવામાં આવે છે જેને બિનજરૂરી કોલ કે મેસેજ ના કરવા સૂચના આપવામાં આવે છે અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકાર ના કોલ, મેસેજ આવશે તો ગુનો લાગશે. અભયમ એકશન ડેસ્કને મળેલ કેસમાં ૯૫ ટકા કેસ હલ કરવામાં સફળતા મળી છે અને આ મદદથી મહિલાને હેરાનગતિમાંથી મુક્તિ મળેલ છે. પરંતુ અમુક કિસ્સાઓમાં હેરાનગતિ ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પહોંચી મદદ કરે છે આવા કિસ્સાઓમાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠાં જ તેમની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે આજના સમયમાં આ પ્રકારની સમસ્યાઓ કોઇપણ મહિલાને હોય તો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. 

મહીલા કે યુવતીને કેવીરીતે મદદરૂપ થાય છે ૧૮૧ અભયમ મહીલા હેલ્‍પલાઇન

જ્યારે કોઈ મહિલાના મનમાં મૂંઝવણ હોય, ઘરેલુ હિંસાથી પીડાતી હોય, છેડતી કે કોઈ હેરાનગતિ થતી હોય, મોબાઇલ ફોન દ્વારા કે સોસીયલ મીડીયા દ્વારા હેરાન કરવામાં આવતી હોય ત્યારે 181 અભયમ પર ફોન કરીને મદદ માગી શકે છે. મહિલા કે યુવતીનો કોલ મળતાં જ કાર્યવાહી શરૂ કરવામાં આવે છે તેમજ જરૂર પડયે રેસ્‍કયુ વાન દ્વારા સ્‍થળ પર પહોંચીને આગળની પ્રક્રિયા શરૂ કરે છે.

કેવી હોય છે 181 અભયમની ટીમ?

181 અભયમની ટીમમાં 1 ડ્રાઇવર, 1 કાઉન્સેલર અને 1 મહિલા પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સ્થળ પર પહોંચતાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી માટે મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવે છે. કોલ કરનારની તમામ માહિતી પણ ગુપ્ત રાખવામાં આવે છે.181 અભયમમાં ગુજરાતમાં 47 રેસ્ક્યુ ગાડી ફાળવવામાં આવી છે. જેમાંથી 4 ગાડી અમદાવાદમાં પણ છે. 181 અભયમને કોલ મળ્યાં પછી જ સ્થળ પર જવા રવાના થાય છે અને તેમાં GPS સિસ્ટમ પણ રાખવામાં આવી છે. 181 અભયમની સુવિધામાં સમયાંતરે સુધારાવધારા પણ કરવામાં આવે છે. ટેકનોલોજી પ્રમાણે પણ નવા સુધારા કરવામાં આવે છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇન એપ/૧૮૧ મોબાઇલ એપ્‍લીકેશન

  1. સ્માર્ટફોનમાં પેનીક બટન દબાવતા 181 મહિલા હેલ્પલાઈનની મદદ મેળવી શકાય છે.
  2. મોબાઈલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઈ શકે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર Mahila Helpline Number 181′ ની મદદ મળી શકે છે.
  3. મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળે મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ Google Map ના માધ્યમથી મળી જશે.
  4. એપ્લિકેશનમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના 5 જેટલા સગા-સંબંધીઓને કે મિત્રોને ઓટોમેટિક SMS થી જાણ થઈ જશે.
  5. મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે  ‘મહિલા હેલ્પલાઈન 181′ ના સેન્ટર ખાતે મોકલી શકાશે.
  6. 181 મોબાઈલ એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ એક સાથે ‘અભયમ્ મહિલા હેલ્પલાઈન‘ સેન્ટરમાં મળી જશે. ૧. કોલ થયેલ હોય તે સ્થળ, ૨. ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે નોંધાયેલ એડ્રેસ, ૩. 181 એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*