ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર

ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર
ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર

ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ગૃહ મંત્રાલય (MHA) એ સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. હવેથી તમે જો કોઈ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્‍યા છો તો હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરી શકો છો. આ પ્લેટફોર્મ સાયબર છેતરપિંડીમાં ફસાઈ ગયેલા વ્યક્તિઓ માટે તેમના નુકશાનને રોકવા માટે આવા કેસોની જાણ કરવાનો એક સરળ રસ્તો છે.

ઓનલાઈન છેતરપિંડીથી બચવા તમે શું કરશો ?

હાલમાં હેલ્પલાઇન અને તેના રિપોર્ટિંગ પ્લેટફોર્મમાં તમામ મોટી જાહેર અને ખાનગી બેન્કોનો સમાવેશ થાય છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, ઇન્ડસઇન્ડ, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ, યશ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. પેટીએમ, ફોનપે, મોબીકવિક, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા તમામ મોટા પેમેન્‍ટ વોલેટ પણ આમાં જોડાયેલા છે.

સરકારી નોકરીની લાલચ આપી લૂંટે છે ભેજાબાજો અનેક ભેજાબાજો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવી લોકોને વધુ રૂપિયા અથવા અન્ય કોઈ વસ્તુઓની લાલચ આપી પોતાનો શિકાર બનાવે છે, સાથે જ કેટલીક ફેક સરકારી વેબસાઈટ દ્વારા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ તમામ પ્રકારની ફેક વેબસાઇટ પર સીઆઈડીની ક્રાઈમ સાયબર સેલની ટીમ વોચ રાખે છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના ભોગ બનનારને પોતાની રકમ પરત અપાવવામાં મદદરૂપ બને છે. ગાંધીનગરમાં છેલ્લા 5 મહિનાથી આ સાયબર સેલ 24 કલાક કાર્યરત હોય છે, જેમા કુલ 17400ની આસપાસ કોલ્સ આવ્યા અને એમાંથી 9600ની આસપાસ કોલ્સ માત્ર ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારના હતા.

જે કોઇ પણ વ્‍યકિત ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને છે તેમણે તુરંતુ જ ૧૫૫૨૬૦ હેલ્‍પલાઇન નંબર પર કોલ કરવાનો રહે છે તેમજ તેમને જે રીતે નુકશાન થયુ હોય તે વિગત જણાવવાની રહે છેેે. ત્‍યાર બાદ જે વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે અને તેના પૈસા અન્ય જે પણ બેન્કમાં જમા થાય છે એ બેન્ક અકાઉન્ટને સાયબર સેલ દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે, જેથી ફ્રોડ કરનારી વ્યક્તિ એ પૈસાનો ઉપયોગ ન કરી શકે. સાયબર સેલની કામગીરીને પગલે અનેક લોકોને પોતાના પૈસા પરત મળ્યા છે. સાયબર સેલે અત્યારસુધીમાં લાખો રૂપીયાની રકમ દેશની અલગ-અલગ બેન્કોમાં બ્લોક કરી દીધી છે.


સરકારનો દાવો છે કે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરીને માત્ર 7થી 8 મિનિટની અંદર તમારા બધા પૈસા પાછા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.


અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ફરિયાદ મળતાં જ અમે સંપૂર્ણ વિગતો ચકાસીશું અને શોધીશું કે તમારા પૈસા કયા ખાતા અથવા ID પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમને તેની જાણકારી મળતા જ અમે તે બેંક અથવા ઈ-સાઈટને અલર્ટ મેસેજ મોકલીશું. જેના પછી તમારી રકમ હોલ્ડ થઈ જશે.


જો તમે કોઈ છેતરપિંડી કરનાર દ્વારા છેતરપિંડીનો શિકાર બનો છો તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 155260 ડાયલ કરો. ફોન કનેક્ટ થવા પર તમારું નામ, મોબાઈલ નંબર, ફ્રોડનો ટાઈમિંગ, બેંક અકાઉન્ટની ડિટેઈલ્સ વગેરેની જાણકારી માગવામાં આવશે અને ત્યારબાદ તેને વેરિફાઈ કરવામાં આવશે.


ત્યારબાદ હેલ્પલાઈન નંબર તમારી જાણકારીને પોર્ટલ પર આગળની કાર્યવાહી માટે મોકલશે. ત્યારબાદ સંબંધિત બેંકને ફ્રોડની જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ બેંક ફ્રોડવાળા ફંડને હોલ્ડ કરી દેશે. ત્યારબાદ તમારી રકમ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*