COVID-19 death Sahay Yojana in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ

COVID-19 death Sahay Yojana in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ
COVID-19 death Sahay Yojana in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ

COVID-19 death Sahay Yojana in Gujarat, corona sahay form, COVID-19 death Sahay Yojana Form pdf, Corona Death Sahay Yojana in Gujarati, Corona Death Sahay Yojana 50000 for each COVID-19 death, કોરોનાથી મૃત્યુના કિસ્સામાં 50,000 ની સહાય

COVID-19 death Sahay Yojana  in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ફેલાવાની નવેમ્બર-2019 માં ચીનના વુહાનમાં શરૂઆત થઈ. ભારતમાં આ Covid-19 નો પ્રથમ કેસ જાન્યુઆરી-2020 ના છેલ્લા સપ્તાહમાં મળ્યો. કોવિડ-19 વાઈરસના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ઘણા નાગરિકોના આકસ્મિક અકાળે અવશાન થયા. પરિવારમાં અચાનક મૃત્યુના કારણે ઘણા બાળકો અનાથ થયા તો કેટલાય પરીવારના મોભીનું અવશાન થતા કેટલાય પરીવાર નિરાધાર થયા. આવા પરીવારની આર્થિક મદદ માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવેલ હતી.

દેશમા covid-19 ના કારણે મૃત્યુ પામેલા હોય એમના વારસદારોને સહાય આપવા માટે નામદાર સુપ્રિમ કોર્ટમાં રિટ પિટિશન થયેલ હતી. જેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ-19 થી મૃત્યુ પામનાર મૃતકોના વારસદારને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંંતર્ગત આ COVID-19 death Sahay Yojana ફોર્મ કયાંથી મળશે. ફોર્મ ભરીને કયાં આપવાનું છે તેમજ શું શૂં ડોકયુમેન્ટ ની જરૂર પડવાની છે તે તમામ માહીતી અવગત કરાવવા આ આર્ટીલક લખવાનો ઉદેશ્ય છે.

Gujarat Corona Death Sahay Yojana 2021

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનોને કે તેમના વારસદારો ને સહાય આપવા આવશે. ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટ-2005 હેઠળ કુદરતી આપત્તિના કારણે થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. આ એક્ટમાં કોવિડ-19 નો સમાવેશ SDRF ના ધોરણોમાં સમાવેશ કરેલ છે.

State Disaster Response Fund (SDRF) દ્વારા Corona માં મૃત્યુ પામેલ મૃતકના પરિવારના વારસદારને સહાય આપવા માટેની માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જે માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સહાય યોજનામાં 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાઈરસ જન જાગૃતિ માટેની અખબાર યાદી તથા COVID-19 Dashboard – Gujarat ઓફિશિયલ વેબસાઈટ બનાવવામાં પણ આવેલ છે. જ્યાંથી COVID-19 death Sahay Yojana in Gujarat અંગે સરકારી માહિતી મેળવી શકાશે.

COVID-19 death Sahay Yojana કોરોના મરણ સહાય યોજનાનો હેતુ

દેશમાં અને ગુજરાતમાં કોરોના મહામારીના કારણે ઘણા બધા પરિવારોમાં એકમાત્ર અને મુખ્ય કમાનાર વ્યક્તિનું કોરોનાના કારણે આકસ્મિક મૃત્યુ થયેલા છે. જ્યારે પરિવારમાંથી મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરીવારની આવક ઉપર તો અશર થાય જ છે પરંતુ મૃતકની સારવારમાં પરીવારની સ્થાવર મિલ્કત પણ કયારે વેચાય જાય છે અથવા તો કોઇ બચત બાકી રહેતી નથી જેથી ગુજરાન ચલાવવુ બહુ કઠિન થાય છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા Corona Sahayata Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોરોનામાં મૃત્યુ થયેલ હોય તેવા મૃતકના કુટુંબીજનો અથવા તેમના વારસદારોને સહાય આપવામાં આવશે.

યોજનાનું નામCorona Sahay Yojana Gujarat
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશગુજરાતના કોરોનામાં મરણ પામેલા મૃતકના
વારસદારને આર્થિક સહાય
લાભાર્થીગુજરાતના કોરોનામાં મરણ પાલેમા મૃતકના કુટુંબીજનો
સહાયજિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ(SDRF) ફંડમાંથી
રૂપિયા 50,000/- ની સહાય
Official WebsiteClick Here
અરજી કેવી રીતે કરવીઓફલાઈન (જિલ્લા કલેકટર કચેરી ખાતે)

કોરોના સહાય યોજનાની શરતો

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલી Corona Sahayata 2021 યોજનાનો લાભ લેવા માંટે પાત્રતા અથવા શરતો નક્કી કરેલી છે. જેના માટે સરકારે અધિકૃત ઠરાવ બહાર પાડેલા છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો અને પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

  1. મૃતકનું મરણ કોવિડ-19 થી થયેલું હોવું જોઈએ.
  2. મૃતકના પરિવારજનો મૂળ ગુજરાતના નાગરિક હોવા જોઈએ.
  3. મૃતકના મુત્યુના પ્રમાણપત્રમાં મરણનું કારણ સ્પષ્ટ રીતે લખેલ હોવું જોઈએ.
  4. જો મરણ પ્રમાણપત્રમાં કારણ નથી લખ્યુ તો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી COVID-19 Death Ascertaining Committee (CDAC) અરજી કરીને આ બાબતનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

કોરોના સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સહાય જિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ(SDRF) માંથી આપવામાં આવશે. આ યોજના હેઠળ મૃતક પરિવારના પરિવારના વારસદારને રૂપિયા 50,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનીફીસયરી ટ્રાન્સફર) ચૂકવણી કરવામાં આવશે.

કોરોના સહાય ફોર્મ વિતરણ સ્થળ

Health and Family Welfare Department Gujarat દ્વારા કોરાનામાં મરણ પામેલા પરિવારજનોને લાભ આપવા માટે યોજના બહાર પાડેલી છે. આ યોજનાનો લોકો સરળતાથી લાભ મેળવી શકે તે માટે Corona Sahay Form મેળવવા માટે સ્થળ નક્કી કરેલ છે.

  • શહેરી વિસ્તાર માટે અર્બન હેલ્થ સેન્‍ટર પરથી Corona Sahay 50000 Form વિનામુલ્યે મેળવી શકાશે.
  • તાલુકા મામાલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો ખાતેથી Covid 19 Sahay Yojana Form મફતમાં મેળવી શકાશે.
  • જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ખાતેથી પણ વિનામૂલ્યે મેળવી શકાશે.

કોરોના સહાય યોજના ફોર્મ સ્વીકારવાનું સ્થળ

કોવિડ-19 ના કારણે મરણ થયેલું હોય તેવા પરિવારજનોને કોરોના સહાય યોજના હેઠળ રૂા. 50000/- ની સહાય આપવામાં આવશે. અરજીપત્રક સાથે માંગ્યા મુજબના દસ્તાવેજો જોડીને નક્કી થયેલ કચેરી અથવા કેન્દ્રો પર આપી શકાશે. જે નીચે મુજબ છે

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સરકારી દવાખાનું)
  • શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા અર્બન હેલ્થ સેન્‍ટર
  • જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને અરજી આપી શકાશે.

કોરોનામાં મૃત્યુ માં 50000 ની સહાયના સરકારી ઠરાવ

કોરોનામાં મરણ પામેલા મૃતકના વારસદારને સહાય આપવા ઠરાવ કરવામાં આવેલ છે જે આપવામાં આવશે. જેને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી ઠરાવ પ્રસિદ્ધ કરેલા છે. જેને નીચે આપેલી લિંક પરથી Download કરી શકાશે.

વિગતઅહીંથી ડાઉનલોડ કરો
સુધારા ઠરાવ રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર મૃતકોના
કુટુંબીજનો/વારસદારોને રૂા. ૫૦,૦૦૦/- ની સહાય આપવા બાબતનો ઠરાવ (21-11-2021)
Download
રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનો /વારસદારોને સહાય આપવા બાબતનો ઠરાવ ((20-11-2021)Download
કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ (COVID-19) Death Ascertaining Committee (CDAC) ની રચના કરવા બાબતનો ઠરાવDownload

COVID-19 death Sahay Yojana કોરોનાથી થયેલ મૃત્યુ સહાય યોજના માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી

દેશમાં આવેલી કોરોના મહામારીના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સહાય આપવાનું ગુજરાત સરકારે નક્કી કરેલ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. મૃતક પરિવારના સભ્યો દ્વારા નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવામાં આવે તો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સહાય આપવામાં આવશે.

  • મૃતકનું આધારકાર્ડ
  • મરણનું પ્રમાણપત્ર
  • મૃતકના વારસદારનું આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • તમામ વારસદારોનું સંમતિ દર્શાવતું એફિડેવિટ
  • વારસદારની બેંક પાસબુકની નકલ
  • પેઢીનામા અંગે સોગંદનામું તથા તલાટી રૂબરૂ પેઢીનામું

Download Corona Sahay Yojana Form

ગુજરાત સરકારે જાહેર કરેલી આ યોજનાનો મેન્યુઅલ અરજી કરવાની રહેશે. જેના માટે નિયત નમૂનામાં અરજી કરવાનિ રહેશે. નીચે આપેલા બટન પરથી કોરોના સહાય યોજના ફોર્મ pdf Download કરી શકાશે.

કોવીડ ૧૯ થી મૃત્યુ અંગે સત્તાવાર દસ્તાવેજ Official Document for COVID-19 Death

Corona Sahay Gujarat નો લાભ લેવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. અને મરણ પ્રમાપત્રમાં કોવિડ-19 થી મૃત્યુ થયેલું છે તેવું દર્શાવેલ હોવું જોઈએ. જેને સત્તાવાર Official Document for COVID-19 Death કહેવાય છે.

કોરોનામાં ઘરે મરણ થયેલ હોય તેવા કિસ્સાઓમાં મૃતકના મૃત્યુનું ચોક્ક્સ કારણ લખેલું હોતું નથી. જેથી Official Document for covid 19 Death મેળવવા માટે જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીની કચેરીમાં આવેલી COVID-19 Death Ascertaining Committee (CDAC) સમક્ષ અરજી કરવાની રહેશે. કોવિડ-૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.

  • મૃતકનું મરણનું પ્રમાણપત્ર
  • અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા જન્મ-મરણ રજીસ્ટ્રાર દ્વારા કાઢી આપેલ Medical Certificate of Cause of Death(MCCD) ફોર્મ નં-4 & 4-A
  • હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર (જો આપવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં)
  • ઇન્ડોર કેસ પેપર (દાખલ દર્દી કિસ્સામાં)
  • ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેવી સારવારની વિગતો
  • દર્દીને કરવામાં આવેલ વિવિધ નિદાન જેવા કે લેબોરેટરી પરીક્ષણ, રેડીયોલોજી પરીક્ષણ વગેરેના પુરાવા.

તબીબી રીતે પ્રમાણીત થયેલ કોવીડ ૧૯ થી મરણ અંગેના સત્તાવાર દસ્તાવેજ Medical Certificate of Cause of Death (MCCD)

કોરોના થયેલા વ્યક્તિનું મરણ વખતે જે તબીબે સારવાર કરેલ હોય તે ડૉક્ટર Medical Certificate of Cause of Death આપી શકે છે. કોરોના દર્દીનું મૃત્યુ હોસ્પિટલમાં થયેલ હોય તો Form No-4 ભરીને સબંધિત રજીસ્ટ્રાર(જ.મ.)ને મરણ નોંધ કરીને મોકલવાનું રહેશે.

વધુમાં જે કોરોના સંક્રમિત દર્દીનું બિન સંસ્થાકીય મૃત્યુ થયું હોય, તેવા કિસ્સાઓમાં Form No-4A રજૂ કરવાના રહેશે. આ ફોર્મ મરણ રિપોર્ટ ફોર્મ નં-2 સાથે રાખીને સંબંધિત રજિસ્ટ્રાર(જન્મ-મરણ) ને મોકલી આપવાનું રહેશે.

Medical Certificate of Cause of Death(MCCD) ની નકલ મેળવવા માટે ફોર્મ નંબર-4 અથવા ફોર્મ-4(એ) આપવાના રહેશે. મૃતકના કુટુંબની વ્યક્તિનું મરણનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય, તે વિસ્તારના જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારને અરજી આપવાની રહેશે.

FAQ Of Corona Death Scheme

કોરોનામાં મરણ પામેલા મૃતક પરિવારજનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવી, કેવી રીતે કરવી વગેરે નાગરિકોના મનમાં પ્રશ્નો હશે. જેમાં નીચે મુજબના અગત્યના પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.

  • કોવિડ-19 થી મણ થયું હોય તે મુજબ લાભાર્થી પાસે પ્રમાણપત્ર ન હોય તો?
    • જે વ્યક્તિનો RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય અને 30 દિવસમાં જ તેનું મરણ થયું હોય તો, તે કેસને પોઝીટીવ ગણાશે. જિલ્લા વહીવટી તંત્ર કોવિડ ટેસ્ટ રિપોર્ટના આધારે અને મરણના દાખલાના આધારે જ મરણ કોવિડથી થયું છે કે નહીં તે જાણી લેશે. આવા કિસ્સાઓમાં ફોર્મ-4 અને ફોર્મ-4A જરૂર નહીં પડે.
  • કોરોના પોઝીટીવ દર્દી 30 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યો હોય તેવા કિસ્સામાં શું કરી શકાશે.?
    • કોરોના પોઝિટિવ દર્દી 30 દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ પામ્યો હશે, તો તેવા કિસ્સામાં Covid-19 ટેસ્ટ માન્ય રાખવામાં આવશે.
  • કોરોના પોઝીટીવ દર્દીનું ઘરે મૃત્યુ થયું હોય તો શું કરવાનું રહેશે.?
    • જો કોરોના પોઝીટીવ વ્યકિતનું મૃત્યુ ઘરે થયું હશે તો તેવા કેસમાં જે તે મૃતકના સ્વજનોને Form-4 અથવા Form-4A ભરીને જિલ્લાની કમિટી ખાતે અરજી કરવાની રહેશે. જીલ્લા વહીવટી કમિટી દ્વારા ખરાઈ બાદ આવું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • કોરોના સહાય ફોર્મ કઈ જગ્યાએથી મેળવી શકાશે.?
    • કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાયના ફોર્મ અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લા મામલતદાર કચેરી ખાતેથી મફતમાં મેળવી શકાશે.
  • કોરોનામાં મૃતકના પરિવારને કેટલી સહાય મળે?
    • કોરોનામાં મરણ પામેલા પરિવારજનોને રૂપિયા 50,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય DBT દ્વારા ચુકવવામાં આવશે.
  • Corona Sahay Yojana Gujarat હેઠળ અરજી ફોર્મ કઈ જગ્યાએ આપવાના રહેશે.?
    • કોરોના સહાય યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ સાથે દસ્તાવેજો જોડાણ કરીને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી જિલ્લા ડિઝાસ્ટર શાખામાં આપવાનું રહેશે.

વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ / Vahali Dikri Yojana 2021 form pdf, Vahli Dikri Yojana official website

વિધવા સહાય યોજના 2021 updeat – vidhava sahay yojna Benefits

નમસ્કાર મિત્રો, કોરોના સહાય યોજનાનો લાભ લેવા બાબતે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમને Comment Box માં જણાવશો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*