keylogger-technology-thru-spy કીલોગર – ટેકનોલોજીથી તમારી જાસુસી

keylogger સોફટવેર અથવા તો ડીવાઇસના રૂપમાં હોઇ શકે છે જેના થકી વપરાશકર્તા તરફથી યુઝ કરવામાં આવતા દરેક કીસ્ટોકને રેકોર્ડ કરે છે એટલે કે આપના તરફથી ટાઇપ કરવા માટે જે કાંઇપણ ટાઇપ કરવા માટે કી બોર્ડના બટન પ્રેસ કરવામાં આવે છે તે દરેક નો રેકર્ડ રાખે છેે. કીલોગરનો ઉપયોગ પોતના હિત સંકળાયેલા હોય તેવા લોકોના કોમ્૫યુટર કે મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી કાયદેસર રીતે વપરાશકર્તાના વપરાશને મોનીટર કરવામાં આવે છેે. જેમકે કોઇ પરીવાર દ્વારા પરીવારના સભ્ય કે પોતાના પાર્ટનર પર મોનીટરીંગ્ કરવા કે પછી કોઇ કમ્પની તરફથી કે કોઇ વેપારી પેઢી તરફથી પોતાના એમ્પ્લોયનું મોનીટરીંગ કરવા કીલોગરનો ઉપયોગ કરવામાં આવે છેે . માઇક્રોસોફટ દવારા લોંચ કરવામાં આવેલ વિન્ડોઝ ૧૦ ના છેલ્લા સંંસ્કરણમાં કીલોગર ઇનબીલ્ટ છે તેવુ ખુદ માઇક્રોસોફટ દ્વારા જાહેરમાં જણાવવામાં આવેલ છેે.

KEYLOGGER કીલોગર
keylogger-technology-thru-spy કીલોગર – ટેકનોલોજીથી તમારી જાસુસી

કીલોગર (keylogger) શું છે અને તે કેવી રીતે કામ કરે છે ?

કીલોગર એક ડીવાઇસ કે સોફટવેરના રૂપમાં હોઇ શકે છેે. જેના દ્વારા કોમ્યુટર કે મોબાઇલ કે અન્ય ડીવાઇસમાં ઇન્સ્ટોલ કરેલ હશે તે ડીવાઇસની એકટીવીટી રેકોર્ડ કરે છે તથા પ્રેસ કરવામાં આવેલ તમામ કીસ્ટોકનો ખાનગી રીતે મોનીટરીંગર કરવામાં આવે છેે. વપરાશકર્તા તરફથી કરવામાં આવેલ તમામ ટાઇપીંગ રેેેેેકર્ડને ખાનગી રીતે કરી ઇન્ટરનેટના માધ્યમથી રેકર્ડ કરવામાં આવેલ ડેટાને હેકર કે સ્કેમર સુુુધી અથવા તો જેમના તરફથી કીલોગર ઇસ્ટોલ કરવામાં આવેલ હોય તેમને પહોંચાડવામાં આવે છેે.

આ રીતે સોફટવેર દ્વારા આપના તરફથી તમારા ડીવાસઇમાં દાખલ કરવામાં આવતા આવેલ પાસવર્ડ તથા બેંકની વિગતો અને આપના તરફથી કરવામાં આવેલ ચેટના રેકર્ડ હેકર સુધી કે સ્કેમર સુુુધી ઇન્ટરનેટના માધ્યમથી ખુબ જ આસાની થી પહોંચી જાય છેે અને જેના દ્વારા આપને નુકશાન થઇ શકે છેે.

શું કીલોગરથી કોઇ ખતરો છેે ?

કીલોગરથી સામાન્ય રીતે આપના કોમ્પ્યુટર કે મોબાઇલ કે અન્ય કોઇ ઉપકરણને કોઇ ખતરો નથી. પરંતુ વપરાશકર્તા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છેે કારણકે કીલોગરના ઉપયોગથી કીબોર્ડ દ્વારા દાખલ કરાયેેલ યુઝરની તમામ વિગતો તથા પાસવર્ડ તેમજ મેસેજીંગ દ્વારા મોકલવામાં આવેેલ ગોપનીય માહીતી સ્કેમરને મળી જતાં વપરાશકર્તા માટે ખતરો બની શકે છેે.

એકવાર સાયબર ગુનેગારોને વપરાશકર્તાની ખાનગી કે ગોપનીય ડેટા મળી જાય પછી સરળતાથી તેમના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી શકે છે તેમજ કયારેક વપરાશકર્તાના ગોપનીય ડેટાના કારણે વ્યકતીગત સામાજીક, રાજકીય કે વ્યાપારીક હીતોને પણ નુકશાન થઇ શકે છેે.

કીલોગીંગ કાયદેસર છે કે કેમ?

કીલોગીંગની વ્યાખ્યા જોતાં પહેલી નજરે એમ લાગે કે કી લોગીંગ ગેરકાયદેસર છે. પરંતુ દરેક વખતે કીલોગીંગ ગેરકાયદેસર નથી. જેના ઉદાહરણ રૂપ દાખલો જોઇએ તો કેટલીક કંમ્પની કે સંસ્થાઓ તેમના કર્મચારીઓની પ્રવૃૃૃતી પર નજર રાખવા કી લોગીંગનો ઉપયોગ કરે છે અને તે કાયદેસર પણ છેે. વ્યકિતગત રીતે જોઇએ તો કોઇ માતાપીતા તેમના સંતાનો પર નજર રાખવા કે કોઇ પોતાના પાર્ટનર પર છુપી રીતે વોચ રાખવા કી લોગીંગનો ઉપયોગ કરે છે જે કાયદેસર છે અને આ રીતે કીલોગરનો ઉપયોગ કરવા માટે સંપુર્ણ કાનુની ઉપયોગ માટેના પણ પુુુુસ્કળ કિસ્સાઓ છેે. આમ છતાં કોઇ વ્યિકતની જાણ બહાર તેની વ્યિકતગત માહીતી એકત્ર કરી અન્ય ત્રાહીત વ્યિકતીને આવો ડેટા આપવો ગેરકાનુની હોઇ શકે છેે .

તમારા કોઇ ડીવાઇસમાં કી લોગર છે કે કેમ તે કે શોધવા તથા કીલોગર હટાવવા માટેની ટીપ્સ HOW TO DETECT KEY LOGGER

તમારૂ કોમ્પ્યુટર કે મોબાઇલ ધીમા થઇ ગયા છે અને સેેેેેેવામાં લેવાયેલ વેબપેજ કે ઉપયોગમાં લેવાયેલ વેેબ સેવાઓ માટે વારંવાર લોગીન પાસવર્ડ રીસેટ કરવા માટે જણાવવામાં આવે છે તેમજ જયારે તમારૂ કોમ્પ્યુટર શેર કરવામાં આવે ત્યારે તમને લાગે કે વાઇરસ હોવાનું કે બીજુ કંઇ ઇસ્ટોલ થઇ ગયેલ હોવાનું જણાય છે તો આવા કિસ્સામાં આપના ડીવાઇસમાં કી લોગર હોવાની શકયતા ખુબજ વધી જાય છેે.

155260-online-froud-helpline ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર

જયારે તમને જણાય કે તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાં કી લોગર ઇસ્ટોલ થયેલ છે ત્યારે તેને રીમુવ કરવા માટે સૌપ્રથમ આપના તરફથી ઇસ્ટોલ કરવામાં આવેલ એપ્લીકેશન લીસ્ટ ચેક કરવું જોઇએ. જેમાં બીન ઉપયોગી કે આપના તરફથી ઇસ્ટોલ કરેલ ન હોય તેવી કોઇ એ૫લીકેશન દેખાય તો તેને તુરંત અનઇસ્ટોલ કરી દેવી જોઇએ જેથી કી લોગીંગનો ખતરો ઓછો કરી શકાય. આ ઉપરાંત સૌથી બેસ્ટ એ છે કે આપ કોઇ સારો એન્ટીમેલવેર અથવા એન્ટવાઇરસ સોફટવેર ખરીદી આપના ડીવાઇસમાં ઇસ્ટોલ કરી રાખો. જે તમારા ડીવાઇસને આવા ખતરાઓથી સાવચેત રાખે છે અને આવા કોઇ મેલવેર આપની જાણ બહાર ઇસ્ટોલ થતા અટકાવે છેે .

Leave a Comment